Genesis 3:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, "તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, “તેં આ કામ કર્યું છે, તેથી સર્વ પાલતુ પ્રાણીઓ અને વન્યપશુઓમાં માત્ર તું જ શાપિત થાઓ. હવેથી તું પેટે ચાલશે અને જિંદગીભર ધૂળ ચાટયા કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવા દેવે સર્પને કહ્યું: “તેં આ ઘણું ખરાબ કામ કર્યું છે, તેથી તારું ખોટું જ થશે. બીજા જંગલનાં પ્રાણીઓ કરતાં તારું ભૂંડું વધારે થશે. તારે જીવનપર્યંત પેટ ઘસડીને ચાલવું પડશે, અને ધૂળ ફાકીને રહેવું પડશે.