Genesis 3:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, "હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે વેદના વેઠવી પડે એમ હું કરીશ. તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે તને અસહ્ય વેદના થશે. તું તારા પતિને ખૂબ ઈચ્છીશ પણ તે તારા પર રાજ કરશે.”