Genesis 3:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”