Genesis 3:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.