Genesis 30:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, "મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે રાહેલે જોયું કે પોતાને યાકોબથી બાળકો થતાં નથી ત્યારે તેને પોતાની બહેનની ઈર્ષા થઈ અને તેણે યાકોબને કહ્યું, “મને બાળકો આપો, નહિ તો હું મરી જઈશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાહેલે જોયુમ કે, હું યાકૂબના પેટનાં છોકરાં જન્માવતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, “મને છોકરાં આપો, નહિ તો હું મરી જઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાહેલે જોયું કે, તે યાકૂબને માંટે બાળકને જન્મ આપવા માંટે અશકિતમાંન છે, તેથી તેને પોતાની બહેન લેઆહની ઈર્ષા થવા માંડી, તેથી તેણે યાકૂબને કહ્યું, “મને સંતાન આપ, નહિ તો હું મરી જઈશ.”