Genesis 30:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, "તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘઉંની કાપણીની મોસમમાં રૂબેન ખેતરમાં ગયો અને તેને કામોત્તેજક ભોરીંગડાં મળ્યાં. તેણે તે લાવીને પોતાની માતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે કહ્યું, “તારો દીકરો ભોરીંગડાં લાવ્યો છે તેમાંથી મને થોડાં આપ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રૂબેન ઘૂઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને તેને રીંગણાં મળી આવ્યાં, તેઓને તે પોતાની મા લેઆની પાસે લાવ્યો. અને રાહેલે લેઆને કહ્યું, “તારા દિકરાનાં રીંગણામંઆથી મને આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘઉંની કાપણીના સમયે રૂબેન ખેતરે ગયો ત્યાં તેણે કેટલાંક વિશેષ પ્રકારનાં ફૂલો જોયાં. રૂબેને તે ફૂલો લાવીને પોતાની માંતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે લેઆહને કહ્યું, “કૃપા કરીને મને તારો પુત્ર જે ફૂલો લાવ્યો છે તેમાંથી થોડાં ફૂલો આપ.”