Genesis 30:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેઆએ તેને કહ્યું, "તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે?" રાહેલે કહ્યું, "તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે લેઆહે તેને કહ્યું, “તેં મારો પતિ લઈ લીધો છે એ કંઈ ઓછું છે કે મારા દીકરાએ લાવેલાં ભોરીંગડાં પણ તારે લઈ લેવાં છે?” રાહેલે કહ્યું, “તો તારા દીકરાના ભોરીંગડાંના બદલામાં આજે મારા પતિ તારી સાથે સૂઈ જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દિકરાનાં રીંગણાંને લીધઞ આજે રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેઆહે જવાબ આપ્યો, “તેં તો માંરા પતિને પહેલાંથી જ લઈ લીધો છે, હવે તું માંરા પુત્રનાં ફૂલોને પણ લઈ લેવા માંગે છે?” પરંતુ રાહેલે કહ્યું, “જો તું તારા પુત્રનાં ફૂલ મને આપીશ તો તેના બદલામાં આજે રાત્રે તું યાકૂબની સાથે સૂવા જઈ શકીશ.”