Genesis 30:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને કહ્યું, "તને હું શું વેતન આપું?" યાકૂબે કહ્યું, "તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને તેને પૂછયું, “હું તને શું આપું?” યાકોબે કહ્યું, “તમે મને કંઈ જ આપશો નહિ. પણ તમે આટલું કરશો તો હું ફરી તમારાં ઘેટાં બકરાં ચરાવીશ અને સાચવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાબાને તેને કહ્યું, “હું તને શું આપું?” અને યાકૂબે કહ્યું, “મને તું કંઈ ન આપીશ. જો તું મારે માટે આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?” યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ.