Genesis 30:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આજે હું તમારાં ઘેટાંબકરાંના બધાં ટોળામાં ફરી વળીશ અને તેમાંથી ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બધાં બકરાં તેમજ બધાં કાળાં હલવાન અલગ પાડી દઈશ. એ મારું વેતન થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને એ જ મારું વેતન થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરાં કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે.