Genesis 30:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે મારા વેતન તરીકે આપેલાં ઘેટાંબકરાં તું તપાસશે ત્યારે પાછળથી મારી પ્રમાણિકતા માટે તેઓ સાક્ષીરૂપ થશે કે બકરાંમાં જે છાંટવાળા કે ટપકાંવાળા નથી અને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે મળે તો તે સર્વ ચોરીનાં ગણાશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પાછળથી મારા વેતન તરીકે મળેલાં ઘેટાંબકરાંની તપાસ કરવા આવશો ત્યારે મારી પ્રામાણિક્તા પુરવાર થશે. મારી પાસેનાં ઘેટાંબકરાંમાંથી કોઈ બકરું ચટાપટાવાળું કે ટપકાંવળું ન હોય અને કોઈ ઘેટું કાળું ન હોય તો તે ચોરેલું છે તેમ ગણાશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે આગળ જતાં મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરાંમાં જે છાંટવાળાં કે ટપકાંવાળાં નથી, ને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીનાં ગણાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભવિષ્યમાં તમે સરળતાથી જોઈ શકશો કે, હું કેટલો પ્રામાંણિક અને વફાદાર છું. તમે તપાસ કરવા આવશો ત્યારે માંરી પ્રામાંણિકતા પુરવાર થશે. માંરી પાસેનાં ઘેટાંબકરાંમાંનું જે કોઈ બકરું કાબરચીતરું કે, ટપકાંવાળું ન હોય અને જે ઘેટું કાળું ન હોય તે ચોરેલું છે એમ ગણાશે.”