Genesis 30:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે લાબાને પટ્ટાવાળાં તથા ટપકાંવાળાં બકરાં અને છાંટવાળી તથા સફેદ ટપકાંવાળી બધી બકરીઓને અને ઘેટાંઓમાંથી પણ જે કાળાં હતા તેઓને અલગ કર્યા અને એ ઘેટાંબકરાં યાકૂબના દીકરાઓને સુપ્રત કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તે દિવસે લાબાને ચટાપટાવાળા અને ટપકાંવાળા બધા બકરા, ચટાપટાવાળી અને ટપકાંવાળી બધી બકરીઓ અને બધાં કાળાં ઘેટાં જુદાં પાડી દઈને પોતાના દીકરાઓને સાચવવા સોંપી દીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દિવસે પટાદાર તથા ટપકાંવાળાં બકરા, ને સર્વ છાંટવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓન, ને ઘેટાંમાંનાં પણ જે કાળાં તેઓને જુદાં કરીને લાબાને તેઓને પોતાના દિકરાઓના હાથમાં સોંપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં.