Genesis 30:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે એ છોલેલી સોટીઓ ઘેટાંબકરાં જ્યાં પાણી પીવા આવતાં હતાં ત્યાં પાણીના હવાડા આગળ ઘેટાંબકરાંની સામે ઊભી કરી. ઘેટાંબકરાં પાણી પીવા આવે ત્યારે તેઓ સંવનન કરતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે ડાળીઓ તેણે છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા.