Genesis 30:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે ઘેટીને અલગ કરી અને લાબાનનાં જાનવરોમાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ તેઓના મોં રાખ્યાં. પછી તેણે પોતાના ટોળાંને જુદાં પાડ્યાં અને લાબાનનાં ટોળાંની પાસે તેમને રાખ્યાં નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબ એવાં ટપકાંવાળાં અને પૂરેપરાં કાળાં બચ્ચાંને જુદાં જ રાખતો. એમ તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં અને તેમને લાબાનનાં ઘેટાં સાથે ભળવા દીધાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે ઘેટાંને જુદાં કર્યાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ ટોળાંનાં મોઢાં રાખ્યાં. અને તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં, ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ.