Genesis 31:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, "જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે લાબાનના પુત્રોને આવું બોલતા સાંભળ્યા: “યાકોબે આપણા પિતાનું સર્વસ્વ પડાવી લીધું છે. આપણા પિતાની સંપત્તિ દ્વારા જ યાકોબે આ બધી સંપત્તિ સંપાદન કરી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ યાકૂબે લાબાનના પુત્રોને વાતો કરતાં સાંભળ્યા, તેઓએ કહ્યું કે, “યાકૂબે અમાંરા પિતાજીનું સર્વસ્વ લઈ લીધું છે. તે ધનવાન બની ગયો છે અને તેણે અમાંરા પિતાની બધી મિલકત લઇ લીધી છે.”