Genesis 31:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ હિંસક પશુ તમારું પ્રાણી ફાડી ખાય ત્યારે મેં તેના અવશેષ તમારી આગળ રજૂ કર્યા નથી, પણ એની ખોટ મેં જાતે ભોગવી છે. દિવસે કે રાત્રે કંઈ ચોરાયું હોય તો તમે તે મારી પાસેથી વસૂલ કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફાડી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી; તેનું નુકશાન હું પોતે ભોગવી લેતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ જંગલી પ્રાણીઓએ કોઈ ઘેટાને ફાડી નાખ્યું હોય તો મેં તેને તારી આગળ રજૂ કર્યા નથી! એ નુકસાન મેં પોતે ભરપાઈ કર્યુ છે. દિવસે કે, રાતે જે કાંઈ ચોરાઈ જતું તે બધું તમે માંરી પાસે વસૂલ કરતા.