Genesis 31:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, "આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને યાકોબને જવાબ આપ્યો, “આ દીકરીઓ તો મારી દીકરીઓ છે, આ તેમનાં બાળકો તે મારાં બાળકો છે, અને આ ટોળાં પણ મારાં છે. હકીક્તમાં, તું અહીં જુએ છે તે બધું મારું જ છે. પરંતુ મારી દીકરીઓ અને તેમનાં બાળકોને મારી પાસે જ રાખી લેવા હું કંઈ કરી શકું તેમ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાબાને ઉત્તર દઈને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, ને આ છોકરાંઓ મારાં છોકરાં છે, ને આ ટોળાં મારાં ટોળાં છે, ને જે સર્વ તું જુએ છે તે મારું છે. અને હવે આ મારી દીકરીઓને, તથા તેઓએ જે છોકરાંઓને જન્મ આપ્યો છે તેઓને હું શું કરું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને યાકૂબને કહ્યું, “આ છોકરીઓ તો માંરી પુત્રીઓ છે. તેમનાં બાળકો માંરાં છે. આ ઘેટાંબકરાં માંરાં છે, અને જે બધું તમે અહીં જુઓ છો તે માંરું છે. પરંતુ હું માંરી પુત્રીઓ અને તેનાં બાળકોને રાખવા માંટે કશું જ કરી શકતો નથી.