Genesis 32:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે એમ પણ કહેજો, 'તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.''' કેમ કે તેણે વિચાર્યું, "જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને કહેજો કે તમારો સેવક યાકોબ પોતે અમારી પાછળ જ આવે છે. તેણે એમ વિચાર્યું કે મારી આગળ જતી આ ભેટ દ્વારા હું તેને શાંત પાડીશ અને પછી તેને રૂબરૂ મળીશ. કદાચ, તે મારો સ્વીકાર કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે કહેજો, ‘વળી જો, તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’” કેમ કે તેણે કહ્યું, “જે ભેટ મારી આગળ જાય છે, તેથી હું તેનું મન ટાઢું પાડીશ, પછી તેનું મુખ જોઈશ. કદાચ તે મારો અંગીકાર કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.’” યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.”