Genesis 32:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબ પનીએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબ પનુએલથી જતો હતો એવામાં સૂર્ય ઊગ્યો. તેની જાંઘનો સાંધો ઊતરી ગયો હોવાથી તે લંગડાતો લંગડાતો ચાલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો.