Genesis 32:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને યાકોબને ખૂબ બીક લાગી અને તે ભારે ચિંતાતુર થઈ ગયો. આથી તેણે પોતાની સાથેના માણસોને તેમ જ ઢોરઢાંક, ઘેટાંબકરાં અને ઊંટોને બે જૂથમાં વહેંચી નાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં.