Genesis 33:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે તેની નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એસાવ તથા તેની સાથે ચારસો માણસ આવે છે, ત્યારે તેણે લેઆને તથા રાહેલને તથા બે દાસીઓને છોકરાં વહેંચી આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે સામે નજર કરી તો એસાવને આવતો જોયો; તેની સાથે 400 માંણસો હતા. યાકૂબે તેના પરિવારને ચાર સમૂહોમાં વહેંચ્યો. લેઆહ અને તેનાં બાળકો એક સમૂહમાં હતા. રાહેલ અને યૂસફ એક સમૂહમાં હતા. દાસીઓ અને તેનાં બાળકો બે સમૂહમાં હતા.