Genesis 33:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યાકોબ ચાલતો ચાલતો સુક્કોથ આવ્યો અને ત્યાં તેણે પોતાને માટે એક ઘર બાંધ્યું અને ઢોરને માટે માંડવા બનાવ્યા. આથી તે સ્થળનું નામ સુક્કોથ (માંડવા) પડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યાકૂબ સુક્કોથમાં ચાલતો આવ્યો, ને તેણે પોતાને માટે ઘર બાંધ્યું, ને તેનાં ઢોરને માટે માંડવા ઊભા કર્યા, એ માટે તે જગાનું નામ સુક્કોથ પડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાકૂબ મજલ કાપતો કાપતો સુક્કોથ પહોચ્યો. ત્યાં તેણે તેને માંટે એક ઘર બનાવ્યું અને પોતાનાં ઢોરો માંટે નાનાં નાનાં (માંડવા) તબેલા બનાવ્યા, તેથી તે જગ્યાનું નામ “સુક્કોથ” રાખવામાં આવ્યું.