Genesis 33:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પોતે તેઓની આગળ ચાલ્યો, ને તેના ભાઈની પાસે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર જમીન સુધી નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબ પોતે એસાવની પાસે ગયો. તેથી એ પહેલો માંણસ હતો જેની પાસે એસાવ આવ્યો. તેના ભાઈ સુધી ચાલતાં યાકૂબે સાત વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા.