Genesis 34:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જુવાન માણસે તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી માટે આશક્ત થયેલો હતો. તે પોતાના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જુવાને તો વિના વિલંબે પોતાની સુન્નત કરાવી દીધી. કારણ, તે યાકોબની પુત્રીને ખૂબ ચાહતો હતો. વળી, તે તેના પિતાના કુટુંબમાં પણ સૌથી માનીતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જુવાને તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી પર મોહિત થયેલો હતો; અને તે તેના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીનાહના ભાઈઓએ જે કાંઈ કહ્યું તે પ્રમાંણે કરવામાં શખેમને આનંદ થયો. કારણ તે યાકૂબની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો. વળી, તે આખા કુટુંબમાં તેનું સૌથી વધારે માંન હતું.