Genesis 34:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"આ માણસો આપણી સાથે શાંતિથી રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો; અને તેમાં વેપાર કરવા દો કેમ કે નિશ્ચે, આ દેશ તેઓ માટે પૂરતો છે. આપણે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ માણસો આપણી સાથે સંપથી રહે છે તો ભલે તેઓ અહીં રહે અને વેપાર રોજગાર કરે, કારણ, તેમની આગળ વિશાળ દેશ પડયો છે. આપણે તેમની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને આપણી દીકરીઓ તેમને આપીએ. એ લોકો આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“આ માણસો આપણી સાથે સંપીલા રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો, ને વેપાર કરવા દો; કેમ કે જુઓ, દેશ તેઓની આગળ વિશાળ છે, આપણે તેઓની દીકરીઓ લઈએ, ને આપણી દીકરીઓ તેઓને આપીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલના આ લોકો આપણા મિત્રો થવા માંગે છે. અને અમે લોકો તેઓને આપણા પ્રદેશમાં રહેવા દેવા માંગીએ છીએ. તેઓ આપણી સાથે શાંતિ કાયમ રાખવા ઈચ્છે છે. આપણી પાસે આપણા લોકો માંટે પર્યાપ્ત ભૂમિ છે. તો ભલે તેઓ રહે અને વેપારધંધો કરે. આપણે તેમની કન્યાઓ સાથે લગ્ન કરીએ અને આપણી કન્યાઓ તેમને આપીએ.