Genesis 34:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તરવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રીજે દિવસે તેઓ પીડાતા હતા ત્યારે યાકોબના બે પુત્રો શિમયોન અને લેવી, જે દીનાના સગા ભાઈઓ હતા, તેઓ તલવાર લઈને શહેર પર ઓચિંતા ચડી આવ્યા અને તેમણે બધા પુરુષોની ક્તલ કરી નાખી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્રીજે દિવસે એમ થયું કે, તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દિકરા શિમયોન તથા લેવી જેઓ દીનાના ભાઈઓ હતા તેઓએ પોતાનિ એકેક તરવાર લઈને નગર પર ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રીજે દિવસે સુન્નત થયેલા પુરુષોની બળતરા શમી નહોતી, ત્યાં જ યાકૂબના બે પુત્રો શિમયોન અને લેવી, જેઓ દીનાહના સગા ભાઈઓ હતા તેઓ તરવાર, લઈને ઓચિંતા શહેર પર ચઢી આવ્યા અને તેમણે બધા પુરુષોને માંરી નાખ્યા.