Genesis 35:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસહાક ઘણા વર્ષો જીવ્યો, તે લાંબુ અને પૂર્ણ જીવન જીવ્યો પછી તે મૃત્યુ પામ્યોં. અને તેના દીકરાઓ એસાવ અને યાકૂબે તેને તેના પિતા ઇબ્રાહિમને જ્યાં દફનાવ્યા હતા ત્યાં દફનાવ્યો.