Genesis 35:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ-બેથેલ પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં યાકોબે એક વેદી બનાવી અને તે સ્થળનું નામ એલ-બેથેલ (ઈશ્વરના ઘરનો ઈશ્વર) પાડયું. કારણ, તે જ્યારે પોતાના ભાઈ પાસેથી નાસી છૂટયો ત્યારે ઈશ્વરે તેને આ જ સ્થળે દર્શન આપ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ત્યાં વેદી બાંધી, ને તે જગાનું નામ એલ-બેથેલ પાડયું, કેમ કે તે તેના ભાઈના મોં આગળથી નાઠો હતો, ત્યારે ઈશ્વરે તેને ત્યાં દર્શન આપ્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે ત્યાં એક વેદી બાંધી અને તે સ્થળનું નામ તેણે “એલ-બેથેલ” પાડયું. કારણ કે તે જયારે પોતાના ભાઈ પાસેથી ભાગી નીકળ્યો હતો, ત્યારે દેવે તેને તે સ્થળે દર્શન દીધાં હતા.