Genesis 35:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રિબકાની દાઈ દબોરા ત્યાં મરી ગઈ અને તેને બેથેલ પાસે ઓકના વૃક્ષ નીચે દફનાવવામાં આવી. આથી તેણે તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ (વિલાપનું એલોન એટલે ઓક વૃક્ષ) પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે એલોન-બાખૂથ પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ “રુદનનું એલોન વૃક્ષ” (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું.