Genesis 36:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે આખ્બોરનો દીકરો બાલ-હાનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે માટરેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાઆલ- હાનાનના મૃત્યુ પછી હદારે રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાલના પુત્ર માટરેદની પુત્રી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આખ્બોરનો દીકરો બાલ-હાનાન મરી ગયો, ને તેને ઠેકાણે હદાર રાજ્ય કર્યું; અને તેના શહેરનું નામ પાઉ હતું; અને તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટરેદની દીકરી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખ્બોરના દીકરા બાઆલ-હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર “પાઉ” હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.