Genesis 36:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એસાવ તેની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ તથા સર્વ કુટુંબીજનો તથા ઘેટાંબકરાં, ઢોરઢાંક અને કનાનમાં મેળવેલી પોતાની સર્વ સંપત્તિ લઈને તેના ભાઈ યાકોબની પાસેથી દૂર દેશમાં જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસાવ તેની પત્નીઓ, તથા તેના દિકરા, તથા તેની દીકરીઓ, તથા તેન ઘરના સર્વ લોકો, તથા તેના ટોળાં, તથા તેનાં સર્વ ઢોરઢાંક, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.