Genesis 36:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા. અને તેઓનઅ પ્રવાસનો દેશ તેઓનાં ઢોરઢાંકને લીધે તેઓનો નિભાવ કરી ન શક્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે.