Genesis 37:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને કહ્યું, "હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ." પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે તેને કહ્યું, “જાલ; ને તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો. અને મારી પાસે ખબર લઈ આવ.” અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.