Genesis 37:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાકૂબનો વંશ આ છે. યૂસફ સત્તર વર્ષનો થયો, ત્યારે તેના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દિકરાઓની સાથે હતો; અને યૂસફ તેઓની ભંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબના પરિવારની આ કથા છે. યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)