Genesis 37:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, 'કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.' પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈએક ખાડામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે, કોઈક રાની પશુ તેને ખાઈ ગયું છે. અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”