Genesis 37:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, "તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું, “તેનું રક્ત ન વહેવડાવો. પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, ને તેના પર હાથ ન નાખો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી.