Genesis 37:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે." તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણે તેને આ ઇશ્માએલીઓને વેચી દઈએ અને તેને કંઈ ઇજા પહોંચાડીએ નહિ; કારણ, તે આપણો ભાઈ છે અને તેની સાથે આપણી લોહીની સગાઈ છે.” તેના ભાઈઓએ તેનું કહ્યું માન્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચાલો, ઇશ્માએલીઓને તેને વેચી દઈએ, ને આપણો હાથ તેની વિરુદ્ધ ન થાય. કેમ કે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે.” અને તેના ભાઈઓએ તેનું સાંભળ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા.