Genesis 37:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, "આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તે રંગિત ઝભ્ભો તેઓના પિતાની પાસે મોકલાવીને કહ્યું, “આ અમને જડયો છે. તે તમારા દિકરાનો ઝભ્ભો છે કે નહિ એ તમે ઓળખી લેજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.”