Genesis 37:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે તે ઓળખીને કહ્યું, "તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે તે ઓળખીને કહ્યું, “હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે; બેશક, યોસેફના ફાડીને ટુકડેટુકડા કરી નાખ્યા હશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તે ઓળખ્યો, ને કહ્યું, “તે મારા દિકરાનો ઝભ્ભો છે; કોઈ રાની પશુએ તેને ફાડી ખાધો છે; નિશ્ચે યૂસફ ફાડી નંખાયો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ઓળખ્યો, ને કહ્યું, “આ તો માંરા પુત્રનો ઝભ્ભો છે; કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે; જરૂર યૂસફને ફાડી ખાધો છે.”