Genesis 38:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાક સમય પછી યહૂદાની પત્ની એટલે શૂઆની દીકરી મૃત્યુ પામી. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા અદુલ્લામના પોતાના મિત્ર હીરા સાથે પોતાનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્ના ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઘણા દિવસ વીતી ગયા, ને યહૂદાની પત્ની, શૂઆની દીકરી, મરણ પામી. અને યહૂદા દિલાસો પામ્યો, ને તે તેના મિત્ર હીરા અદુલ્લામી સહિત તેનાં ઘેટાં કાતરનારાઓની પાસ તિમ્ના ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમય જતાં યહૂદાની પત્ની, શૂઆની પુત્રીનું મૃત્યુ થયું. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા પોતાના મિત્ર અદુલ્લામી હીરાહ સાથે તેનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્નાહ ગયો.