Genesis 38:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, "તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે." યહૂદાએ કહ્યું, "તેને અહીં લાવો અને સળગાવી દો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આસરે ત્રણ મહિના બાદ યહૂદાને જાણ થઈ કે, “તારી પુત્રવધૂએ તામાંરે વ્યભિચાર કર્યો છે, પરિણામે તે ગર્ભવતી થઈ છે.” તેથી યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”