Genesis 38:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, "આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું" તેણે કહ્યું, "આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેઓ તેને બહાર લાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાના સસરાને કહેવડાવ્યું, “આ વસ્તુઓ જેની છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા, અછોડો અને લાકડી કોનાં છે તે ઓળખી લો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેને બહાર લાવ્યા ત્યારે તેણે તેના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું, જેનાં આ છે, તે માણસથી હું ગર્ભવતી થઈ છું; હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોનાં છે, તે તું કૃપા કરીને ઓળખી લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેને બાળવા લઈ જતા હતા, ત્યારે તેણે પોતાના સસરાની પાસે માંણસ મોકલીને કહેવડાવ્યું. “આ વસ્તુઓ જેની છે તે માંણસથી મને ગર્ભ રહ્યો છે. આ મુદ્રા તથા અછોડો અને ડાંગ કોના છે? ઓળખો.”