Genesis 38:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું કે, જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ઓનાનને ખબર હતી કે, એ સંતાનો તેના ગણાશે નહિ. એટલે જયારે જયારે એ પોતાની ભાભી પાસે જતો ત્યારે તે ભૂમિ પર પાડયું જેથી તેના ભાઈની પ્રજા પેદા ન થાય.