Genesis 39:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફને ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ઇજિપ્તમાં લાવનાર ઇશ્માએલીઓ પાસેથી ફેરો રાજાના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફાર ઇજીપ્તીએ તેને ખરીદી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ યૂસફને મિસરમાં લાવ્યા. અને ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને ઊતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇશ્માંએલીઓ યૂસફને મિસર લઈ આવ્યા અને ત્યાંથી ફારુનના એક મિસરી અમલદાર, અંગરક્ષકોના સરદાર પોટીફારે તેને તેમની પાસેથી વેચાતો લીધો.