Genesis 39:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જ્યારે જોયું કે યોસેફ તેનું વસ્ત્ર મૂકી દઈને નાસી ગયો છે, ત્યારે તેણે ઘરના માણસોને બોલાવ્યા, “અરે, જુઓ, જુઓ, મારા પતિ આ હિબ્રૂને ઘરમાં લાવ્યા અને હવે તેણે મારું અપમાન કર્યું છે. તે મારા ઓરડામાં આવ્યો અને મારા પર બળાત્કાર કરવા ચાહતો હતો, પણ મેં મોટેથી બૂમ પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે, જ્યારે સ્ત્રીએ જોયું કે યૂસફ પોતાનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે પેલી સ્ત્રીએ જોયું કે, યૂસફ તેનો ઝભ્ભો એના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયો છે.