Genesis 39:14 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, "જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે પોતાના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, આપણું અપમાન કરવાને તેઓ આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યા છે. અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો, ને મેં મોટે અવાજે બૂમ પાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણીએ પોતાના ઘરમાંના પુરુષોને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, આપણને શરમાંવવા એક હિબ્રૂ માંણસ મોકલાવાયો છે; તે માંરી સાથે સૂવા અંદર આવ્યો હતો,