Genesis 4:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આજે તમે મને તમારી સંમુખથી આ પ્રદેશમાંથી કાઢી મૂકો છો, એટલે હું પૃથ્વી પર ભટક્તો ફરીશ; અને જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે મને આજે જમીનને ખેડવામાંથી હાંકી કાઢયો છે. એટલે માંરે તમાંરી આગળથી સંતાતા ફરવું પડશે, માંરે આ ભૂમિ પર રઝળતા રખડતાં ફરવું પડશે. અને પૃથ્વી પર માંરો વિનાશ થશે. અને જો કોઈ મનુષ્ય મને મળશે તો તે મને માંરી નાખશે.”