Genesis 4:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી કાઈને પોતાની પત્ની સાથે સમાગમ કર્યો; તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધ્યું અને પોતાના પુત્રના નામ પરથી તે શહેરનું નામ “હનોખ” પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કાઈને પોતાની પત્નીને જાણી; અને તે ગર્ભવતી થઈ, ને હનોખને જન્મ આપ્યો; અને કોઈને એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દિકરાના નામ ઉપરથી હનોખ પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કાઈને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ કર્યો જેથી તે ગર્ભવતી થઈ અને તેણે હનોખ નામના બાળકને જન્મ આપ્યો. કાઈને એક શહેર વસાવ્યું અને પોતાના પુત્રના નામ પરથી તેનું નામ હનોખ પાડયું.