Genesis 41:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ફેરોએ યોસેફને તેડાવ્યો અને તેઓ તરત જ તેને જેલમાંથી કાઢી લાવ્યા. પોતે હજામત કરી વસ્ત્ર બદલ્યા પછી તે ફેરો સમક્ષ આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો.