Genesis 41:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી. તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા ઇજિપ્તમાં ક્યારેય જોઈ નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી.