Genesis 41:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાછળથી આવેલી સાત કદરૂપી તથા દુબળી ગાયો તેમ જ દાણા વગરનાં પાતળાં તથા પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં અનાજનાં સાત કણસલાં દુકાળનાં સાત વર્ષ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે. અને દાણા વગરનાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળના સાત વર્ષ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે.